Thank you very much for your support and Hard work!

સાદર નમસ્તે,


ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી-૨૦૨૫ સંદર્ભે કાયદો અને વ્યવસ્થાને લગત દૈનિક રીપોર્ટની કામગીરી સંભાળનાર આપ સૌ અધિકારીશ્રીઓ/કર્મચારીઓ દ્વારા સબંધિત પો.સ્ટે કક્ષાએથી જરૂરી માહિતી સમયમર્યાદામાં સંકલિત કરવાની કરવામાં આવેલ ઉમદા કામગીરી થકી, અત્રેથી સમયમર્યાદામાં વડી કચેરી તરફ દૈનિક રીપોર્ટ ક્ષતિરહિત પાઠવી શકાયેલ છે. સદર કામગીરી સુચારૂરૂપે જાળવવાનો શ્રેય આપના જેવા કર્તવ્યનિષ્ઠ અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા ખંત, ઉત્સાહ અને ધગશથી કરવામાં આવેલ ઉમદા કામગીરી તથા કામ પ્રત્યેની આપની સજાગતાને જાય છે. જે બદલ આપ સૌનો બ નાયકમિશનરશ્રી (પી.), ઇન્ટેલીજન્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનાઓએ અભિનંદન પાઠવેલ છે અને


આપની આ પ્રકારની સરાહનીય કામગીરીથી અન્ય સહ અધિકારીઓને પણ પ્રેરણા મળે અને આપ તેઓના આદર્શ પથદર્શક બની રહો તેવી અપેક્ષા સહ આપના ઉજ્જવળ ભવિષ્યની કામના કરેલ છે.


(વી.વી.ત્રિવેદી)
પોલીસ ઇન્સ્પેકટર


ડી.કે.રાણા
એચ.બી.વાઘેલા


જે/એમ.શાખા, ઇન્ટેલીજન્સ.,
મુખ્ય કચેરી, પોલીસ ભવન, ગાંધીનગર.